Billboard ad 1150*250

હળવદમાં નજર ચૂકવી ગઠિયો ૯૮ હજાર લઈ છુમંતર

0 772

હળવદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે.પોલીસ આંખ આડા કાન કરીને હળવદમાં વધતી ગુનાખોરી મુકબધીર થઈને જોયા કરે છે તેવું હળવદવાસીઓમાં ચર્ચાઈ રહ્યું છે.ત્યારે હમણાં જ સાંજના સમયે ૭:૧૫ આસપાસ દર્શન ભાઈ પ્રજાપતિ નામના આધેડ બેન્કમાંથી ૧ લાખ રૂપિયા લઈને નીકળ્યા હતા તે દરમિયાન તેને ૨૦૦૦ રૂપિયા પોતાના ખીચ્ચામાં મુક્યા અને બાકીના ૯૮૦૦૦ રૂપિયા થેલીમાં રાખ્યા હતા.બાદમાં તે પોતાનું મોટર સાઈકલ ચાલુ કરવા ગયા ત્યારે તેના મોટર સાઈકલમાં કોઈક ટેકનીકલ ખામી સર્જાતા તે મો.સા.ચાલુ કરવામાં હતા ત્યારે કોઈ અજાણ્યો શખ્સ આવીને ૯૮ હજાર ભરેલી રૂપિયાની થેલી ઉપાડી ગયું હતું.હવે જોવાનું રહ્યું કેહળવદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ક્યારે કાબુમાં આવશે.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat