હળવદ સરકારી દવાખાનામાં નિઃશુલ્ક નેત્રયજ્ઞ અને દંતયજ્ઞ કેમ્પ યોજાયો

શ્રી સદગુરુ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ અને ભારત સેવક સમાજ સુરેન્દ્રનગર આદર્શ કો.ઓપ.બેંક ના સયુક્ત ઉપક્રમે હળવદ સરકારી દવાખાનામાં વિનામૂલ્યે નેત્રયજ્ઞ તથા દંતયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી સદગુરુ રણછોડદાસજી હોસ્પીટલ રાજકોટના ખ્યાતનામ ડોકટરે આંખના દર્દીઓની તપાસ કરી તેમજ તેમાંથી મોતિયાના દર્દીઓને રાજકોટ ઓપરેશન માટે રીફર કરવામાં આવ્યા હતા તથા જરૂરી યોગ્ય સારવાર આપી હળવદ પરત પહોચાડવા પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.જેમાં ૨૦ દર્દીઓએ ભાગ લીધો હતો.તેમજ દંતયજ્ઞમાં ૨૦ દર્દીઓએ ભાગ લીધો હતો જેમાંથી ૫ દર્દીઓને જાલંધર યોગ પધ્ધતી દ્વારા દુખતા-સડી ગયેલા દાંત પાડીને પીડા મુક્ત કરવામાં આવ્યા હતા.આ કેમ્પમાં જુદા-જુદા અન્ય રોગોની પણ તપાસ કરવામાં આવી હતી.આ કેમ્પને સફળ બનાવવા માટે નવ-યુવાનો,સામાજિક કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

 

Comments
Loading...
WhatsApp chat