હળવદ જૂથ અથડામણ મામલે ૧૨ ની ધરપકડ

તા. 13 ના રોજ હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર સ્વ.ઇન્દ્રસિંહ ઝાલા ના બેસણાંમાંથી પરત ફરતી વેળાએ ગોપાલધામ મંદિર નજીક દરબાર અને ભરવાડ સમાજ વચ્ચે થયેલી જૂથ અથડામણમાં એક વ્યક્તિ નું મૃત્યુ નિપજતા આ ઘટના મામલે પોલિસે આજે જામનગરના 12 શખ્સોની ધરપકડ કરી છે
મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા હળવદ જૂથ અથડામણ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી ઘટના બન્યા બાદ વાયરલ થયેલા મેસેજ અને વોટ્સઅપ નું પગેરું મેળવી વિડીયો ફૂટેજ ના આધારે ૧૨ આરોપીઓની ઓળખ મેળવી હતી અને આરોપીઓ જામનગરના હોવાનું જણાતા જામનગર એસપી પ્રદીપ સેજુલ અને જામનગર એલસીબી ની મદદ લઇ આરોપીઓની ઓળખ મેળવી ધરપકડ કરી હતી..
જેમાં હળવદ પોલીસ સ્ટેશન માં દાખલ થયેલા ગુન્હામાં આજે રાત્રે પોલીસે જામનગરના ગોપાલસિંઘ જોધસિંઘ સેખાવત,મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદીયો લખધીરસિંહ સોઢા વિજયસિંહ બટુકસિંહ જાડેજા,યોગેન્દ્રસિંહ ભરતસિંહ પરમાર, મયૂરસિંહ ચંદ્રસિંહ સોઢા, કૃષ્ણસિંહ ઉર્ફે મહાકાલ અભેસિંહ ઝાલા, હરિસચંદ્રસિંહ કનકસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ રણજીતસિંહ જેઠવા, મહાવીરસિંહ બહાદુરસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ મુળુભા જેઠવા., અનિરુદ્ધસિંહ પ્રવીણસિંહ વાઢેર. અને ભરતસિંહ ભીખુભા જાડેજા સહિતના 12 શખ્સોની ધરપકડ કરી છે.આ કામગીરી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોર ના માર્ગદર્શન તથા નાયબ પોલીસ વડા કે.બી.ઝાલાની રાહબરી હેઠળ એસઓજી,એલસીબી અને હળવદ પોલીસ સ્ટાફે કરી હતી.

 

Comments
Loading...
WhatsApp chat