હળવદ જૂથ અથડામણની તપાસ મામલે સીટની રચના :પીએસઆઈ ભોજાણીની બદલી

જાણવા મળતી વિગતો મુજબ હળવદમાં ગત તા.13ના રોજ થયેલી જૂથ અથડામણના બનાવ ની તપાસ તેમજ સ્થાનિક પોલીસ ની લાપરવાહી ના આક્ષેપ ના પગલે રાજય ના ડીજીપી ગિથા જોહરી દ્વારા તપાસ અથેઁ સીટની રચના કરવામાં આવી છે.આ ધટનામાં રચાયેલી સીટમાં સમગ્ર તપાસ મા ADG મોહન ઝા ની આગેવાની મા રેન્જ આઈજી પટેલ તેમજ ૨ જિલ્લા પોલીસવડા કક્ષા ના અધીકારીઓ ની ટીમ સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ કરી સરકારને અહેવાલ આપશે.તેમજ  હળવદ જૂથ અઠડામણ બાદ પોલીસ ની બેદરકારી રાખવાના આરોપો ઉભા થતા મોરબી જિલ્લા પોલીસવડાએ હળવદ પીએસઆઇ ભોજાણી ની રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં બદલી કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.

Comments
Loading...
WhatsApp chat