



મળતી વિગત મુજબ હળવદ શહેર અને પંથકમાં ધણા સમયથી દારૂના દૈત્યએ માથું ઉચકયું છે.પોલીસ તંત્ર દ્વારા આ અંગે મૌન સેવવામાં આવતા અને ઉપેક્ષાના કારણે દારૂના ખુલ્લેઆમ દારૂનો ધંધો કરી રહ્યા છે.થોડા સમય પહેલા ક્રિષ્ના પાર્કનાં રહીશો ડ દ્વારા ઢોરા વિસ્તારમાં હલ્લાબોલ કરી દારૂ બંધ કરાવવા રજૂઆત કરી હતી.ઠાકોર સેના,ગ્રામ્ય પંથકમાં જનતા રેડ કરી દારૂ બંધ કરાવવા બીડું ઝડપ્યું હતું.પરંતુ પોલીસની નિષ્ક્રિયતાના કારણે આજે પણ તેમનાતેમ દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે.શ્રાવણ માસમાં સવારના સમયે લોકો નીલકંઠ મહાદેવમાં પૂજા કરવા જાય ત્યાં રેલ્વે સ્ટેશન પાસે દારૂડિયાઓ ખુલ્લેઆમ પીને નાટક કરતા જોવા મળે છે.હળવદ પોલીસ સ્ટેશનમાં હાલમાં ૪ પીએસાઈ અને ૧ પીઆઈ હોવા છતા દેશી દારૂની રેલમછેલ દૂધ માંગો ત્યાં દારૂ હાજર તેવું હળવદવાસીઓમાં ચેર્ચાઈ રહ્યું છે.હળવદ શહેરમાં દારૂબંધીના કાયદાના ધજીયા ઉડાડતી પોલીસ મુક પ્રેક્ષક બની ગઈ હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

