Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદમાં તસ્કરોના ધામા,એક જ રાતમાં ૨ સ્કુલ અને દુકાનોને નિશાન બનાવી

જાણવા મળતી વિગત મુજબ હળવદમાં બે સ્કુલ અને કરિયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને સદભાવના સ્કુલમાંથી ૧૭ મણ વજનની તીજોરી ઉઠાવી ગયા હતા.જ્યારે મંગલમ સ્કુલમાંથી તસ્કરો પરચુરણ માલસામાનની ચોરી કરી હતી.આ ઉપરાંત તસ્કરોએ રઘુવીર સોસાયટીમાં કરિયાણાની દુકાન તોડી દુકાનમાંથી તેલના ડબ્બા સહિતના સામાનની ચોરી કરી હતી. આમ,અઠવાડિયામા જ હળવદમાં લૂંટ,ચોરીની ઘટનામાં સતત વધારો થતાં પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.હાલ પોલીસ સુત્રો  માંથી મળતી માહિતી મુજબ ઉઠાવી ગયેલ તિજોરી મળી હોવાનું જાણવા મળ્યું છે.તેમજ ચોરીની ઘટનાની તપાસ માટે FSL અને ડોગ સ્વોડની મદદ પણ લેવામાં આવશે.

 

 

Comments
Loading...
WhatsApp chat