હળવદમાં પટેલ વૃદ્ધને વિશ્વાસમાં લઇ રૂ. ૪૦ લાખની ઠગાઈ

હળવદમાં વૃન્દાવનનગર-રાણેકપર રોડ રમણીકભાઈ અમરશીભાઈ નારીયાણી પટેલ ઉ.વ.૫૫ને આરોપી દેવકરણ કરણાભાઈ હમીરપરા,રાજુભાઈ રાજકોટવાળા,અરવિંદભાઈ કીશોરભાઈ ગુજરાતી ,જીતેન્દ્ર સાથે આવતો હતો જેનુ  નામ સરનામુ ખબર નથી અને ઈકો ગાડી નંબર જીજે-૦૩-જેએલ-૧૬૪૨નો ડ્રાઈવર મુલાકાત કરાવી ફરીયાદીની ખેતીની જમીન ઉપર રૂ.૪૦,૦૦,૦૦૦/- વ્યાજે આપવાનું જણાવી જમીનનુ બાનાખત લઈ એક પણ પૈસો આપ્યા વગર બાનાખત રજીસ્ટર કરાવી સબબ બાનાખત ફી તથા સાહેદોનુ ધ્યાન ભંગ કરી અસલ બાનાખત લઈ જઈ ફરીયાદી સાથે વિશ્વાસધાત કર્યો હતો.જે અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાય છે.હળવદ પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા વધુ તપાસ ચલાવી છે.

 

Comments
Loading...
WhatsApp chat