

હળવદના દેવરિયાના નિવાસી અને જામનગરના લાલપુરમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રભાઈ ભોરણીયાના પિતા મગનભાઈ ભોરણીયાનું અવસાન થયા બાદ તેમનું બેસણું યોજવામાં આવ્યું હતું જે બેસણામાં આવનાર તમામ સગા સ્નેહીઓને રોપા વિતરણ કરીને પર્યાવરણ જાગૃતિ માટેનો સંદેશ આપીને દુખદ પ્રસંગમાં પણ ભોરણીયા પરિવારે પ્રેરણાદાયી કાર્ય કરી સામાજિક ફરજ નિભાવી છે.