મોરબી-હળવદમાં અકસ્માત, દંપતિ સહીત ચારને ઈજા પહોંચી

બાઈકમાં જતા દંપતીને કારે ઠોકરે ચડાવી, બીજા અકસ્માતમાં યુટીલીટીએ બાઈકને ઉડાડ્યું

મોરબી અને હળવદ પંથકમાં બે સ્થળે અકસ્માત સર્જાયા હતા જેમાં બાઈક સવાર દંપતીને કારે ઠોકરે ચડાવી હતી જયારે બીજા બનાવમાં બાઈક સવાર યુવાનને યુટીલીટી સાથે અથડામણ થતા કુલ મહિલા સહીત બેને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે

અકસ્માતના પ્રથમ બનાવની મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પરના રહેવાસી લાલજીભાઈ ગગુભાઈ અવાડીયા તેની પત્ની દિવાળીબેન સાથે ભરતનગર નજીકથી બાઈકમાં જતા હોય ત્યારે હુન્ડાઈ કાર નં જીજે ૧૨ સીજી ૯૩૮૬ ના ચાલકે કાર વચ્ચેની ડીવાઈડર કુદાવી સામેથી આવતા બાઈકને ઠોકર મારી હતી જેમાં બાઈક સવાર ફરિયાદી લાલજીભાઈ અવાડીયા અને તેની પત્ની દિવાળીબેનને ઈજા પહોંચાડી છે

જયારે બીજા અકસ્માતમાં મોરબીના ગાળા ગામના રહેવાસી રસીલાબેન મનસુખભાઈ રૂપાલાએ ફરિયાદ નોંધાવી છે કે યુટીલીટી નંબર જીજે ૩૬ ટી ૩૧૮૪ ના ચાલકે મોટરસાયકલ ડિસ્કવર નં જીજે ૦૩ ડીકે ૨૩૨૫ ને ઠોકર મારતા ફરિયાદી રસીલાબેન તેમજ અન્ય એકને ઈજા પહોંચાડી છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat