રાજ્યના ૩ ડી.આઈ.જી. કક્ષાના અધિકારીઓએ હળવદ પહોચી પેટ્રોલિંગ શરૂ કર્યું.

હળવદમાં જૂથ અથડામણને પગલે રાજ્યના ત્રણ ડી.આઈ.જી કક્ષાના અધિકારીઓ ડી.એન.પટેલ,બ્રીજેશ્રકુમાર અને અજય કુમાર હળવદ પહોચી હળવદ અને ધ્રાંગધ્રામાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું.હળવદ પંથક પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને તમામ નાની મોટી જગ્યા પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.મોરબી અને કચ્છ તરફથી અમદાવાદ બાજુ જતી બસોને હળવદમાં જ રોકી લેવામાં આવી હતી જે રસ્તા પર પરિસ્થિતિ કંટ્રોલમાં આવતા  બસોને પોલીસ કાફલા સાથે રવાના કરવામાં આવી .

 

Comments
Loading...
WhatsApp chat