સરા ચોકડી પાસે આવેલ સોનાની દુકાનમાં થયેલ ચોરી મામલે ફરીયાદ નોધાય

ગત તા.૧૦ના રોજ સરા ચોકડી પાસે આવેલ ચંદ્રપાર્ક કોમ્પલેક્ષમાં સાઈન ગોલ્ડઅપ પેલેસ નામની દુકાનમાં બે અજાણ્યા ઈસમો આવ્યા હતા અને સોનાના પેન્ડલની ખરીદી કરવાની વાત કરી હતી તે દરમિયાન દુકાન માલિકની નજર ચૂકવીને સોનાનું મંગલ સૂત્ર કીમત ૫૬૦૦૦,નાનું ડોકિયું કીમત ૨૬૦૦૦,લટકણા નંગ-૬ કીમત ૩૪૦૦૦ મળીને કુલ ૧૧૬૦૦૦ના મુદામાલની ચોરી થયાની ફરિયાદ દુકાનમાલિક પાર્થભાઈ ગાંડાભાઈ પટેલએ હળવદ પોલીસ મથકમાં નોધાવી જણાવ્યું હતું કે તે બે ઇસમોને જોયેથી ઓળખું છુ.હળવદ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat