

હળવદમાં જૂની પોલીસ ચોકી પાસે સતત અવરજવરના કારણે ટ્રાફિક જામ સર્જાય છે. જેના કારણે ટ્રાફીક પોલીસે રીક્ષા ચાલક સામે લાલ આંખ કરી હતી. આ બાબતે રીક્ષા યુનિયનોએ મામલતદાર કચેરીએ રજુઆત કરી હતી કે, જૂની પોલીસ ચોકી ધ્રાંગરધા દરવાજા પાસે રીક્ષા મુકવાની મંજૂરી મળે. જો કે રિક્ષાવાળાની રજૂઆતને સ્વીકારી તંત્રે રીક્ષા સ્ટેન્ડમાં 5 રીક્ષા પાર્કિંગને મંજૂરી આપી દીધી છે.