હળવદ જૂથ અથડામણમાં હત્યા પામેલ વૃધ્ધનું મૃતદેહ પરિવારે સ્વીકાર્યું

ગઈકાલ રાત્રે થયેલ જૂથ અથડામણમાં ભરવાડ સમાજના એક વ્યક્તિનું મુર્ત્યું થયું હતું અને તેને મોરબી સિવિલ હોસ્પીટલે પી.એમ માટે ખસેડવામાં આવ્યો હતો અને સિવિલ હોસ્પિટલ ખાતે મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.તેમજ આજ બપોરના સમયે પી.એમ.પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.જેને પગલે કચ્છ-જામનગરના એસ.પી જે મોરબી ખાતે ચાર્જમાં હતા તે સહિતના ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ  સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને ભરવાડ સમાજના લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.બાદમાં ભરવાડ સમાજ દ્વારા મોરબી જીલ્લા અધિક કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.જેમાં પરિવારજનોની માંગ હતું કે ધટનાની ન્યાયિક તપાસ કરવામાં આવે અને આરોપીઓને કડક સજા કરવામાં આવે.જે મામલે અધિક કલેકટરે ખાત્રી આપ્યા બાદ પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો.

 

Comments
Loading...
WhatsApp chat