હળવદમાં સાસરિયા ત્રાસથી પરણીતાનો આપઘાત

દીકરીના પિતાએ પતિ સહિતના સાસરીયા સામે નોધવી ફરિયાદ

બનાવની વિગત મુજબ હળવદના મહાદેવ નગરમાં રહેતી પરણીતાએ પોતાના જ ઘરે પાણીના ટાંકામાં પડી આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો. જેમાં જુના ઘાટીલા ગામે રહેતા ધનશ્યામભાઈ  પટેલે ફરિયાદ નોંધાવી હતી કે પોતાની દીકરી સંતોષબેન(પ્રાચી) ચેતન્યભાઈ વાઘરોળીયાને તેના પતિ ચેતન્યભાઇ પ્રવીણભાઈ વાઘરોળીયા, સાસુ જોષનાબેન પ્રવીણભાઈ વાઘરોળીયા, સસરા પ્રવીણભાઈ માવજીભાઈ વાઘરોળીયા દ્વારા અવારનવાર કરિયાવર માંગી,માર-મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાથી પોતાની દીકરીએ ઘરના પાણીના ટાંકામાં પડી આપઘાત કરી લીધાનું જણાવાયું છે. હળવદ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat