હળવદ જૂથ અથડામણમાં વધુ એકનું મોત:ફરી મામલો ગરમાયો

મોરબી જીલ્લામાં આજ બપોરના ૨ થી કાલ બપોરના ૨ વાગ્યા સુધી ઈન્ટરનેટ સુવિધા બંધ કરાઈ

હળવદમાં ત્રણ દિવસ પહેલા ક્ષત્રિય અને ભરવાડ જૂથ વચ્ચે હિંસક જૂથ અથડામણ થઇ હતી તે દરમિયાન 2 વ્યક્તિ ના મોત નિપજ્યા હતા. આ ઘટના માં ગંભીર રીતે ઘવાયેલા ખેતાભાઈ નાગજીભાઈ ભરવાડ (ઉ.વ.55) રહે ચિત્રોડી ને વધુ સારવાર અર્થે રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ ખસેડાયા હતા , જ્યાં આજે તેમનું સારવાર દરમિયાન મોટ થયું છે. મોતના પગલે મોટી સંખ્યામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો ભેગા થયા અને પરિવારજનો અને અમદવાદ ભરવાડ સમાજના લોકોએ મૃતદેહ સ્વીકારનો ઇનકાર કરતા ડીસીપી ગીરીશ પંડ્યા સહિત એસીપી મજીતા વણઝારા અને શાહીબાગ પોલીસ સિવિલ હોસ્પિટલ પહોચ્યા.તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો તથા જેસીપી જે કે ભટ્ટ દ્વારા મૃતક ખેતાભાઇ ભરવાડના પરિવારને મૃતદેહ સ્વીકારવા માટે સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.આ ધટનાને પગલે મોરબી જીલ્લમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જીલ્લા કલેકટર દ્વારા ૨૪ કલાક માટે ઈન્ટરનેટ બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

Comments
Loading...
WhatsApp chat