હળવદ તાલુકામાં ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

આજના હાઈટેક યુગમાં ધર્મ પર્વ,ધાર્મિકતા અને સંસ્કૃતિનું મહત્વ અકબંધ રીતે  જોવા મળે છે.અષાઢસુદ પૂનમે એટલેકે ગુરુપુર્ણિમાના દિવસે સમગ્ર ઝાલાવાડમાં વિશેષમહત્વ જોવા મળે છે. હળવદ પંથકની ધાર્મિક સંસ્થાઓ,ગાદીઓ તેમજ શૈક્ષણિક સંકુલોમાં ગુરુપૂજન અને ગુરુવંદના વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.

વહેલી સવારે ધાર્મિક જગ્યાઓમાં ગુરુવંદના,ભંડાર તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હળવદ ખાતે આવેલ નકલંક ધામ ખાતે દલસુખ મહારાજના ગુરુપૂજન માટે વિદેશથી આવેલા લોકો અને હળવદવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તથા નકલંક ધામ ખાતે રાત્રીના સમયે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ હળવદ નજીક આવેલ ચરાવડા ગામના મહાકાલી આશ્રમના સંત શિરોમણી દયાનંદગીરી બાપુ જેમની જટા ૩૦ ફૂટ લાંબી અને  જે દર્શનીય છે.તેમના પૂજન માટે સૌરાષ્ટ્ર-કચ્છ તથા ગુજરાતભર માંથી ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે.સમગ્ર પંથકમાં દિવસભર ગુરુપૂજન,સતસંગ,મહાઆરતી,ભંડારાઓ જેવા આસ્થા કરી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.

Comments
Loading...
WhatsApp chat