

રોટરી અને અરલીએક્ટ કલબ ઓફ બ્રિલિયન્ટ સ્કુલ હળવદ દ્વારા ઈ-લર્નિંગ સોફ્ટવેર ઇન્સ્ટોલ અને પ્રોજેકટર નું ઉદ્દઘાટન કરવા આવ્યું. બ્રિલિયન્ટ સ્કુલના વિદ્યાર્થીઓના સ્વ ભંડોળ માંથી સિત્તેર હજારની કિંમતનો સોફ્ટવેર અનેં પ્રોજેક્ટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હતો. આ સોફ્ટવેર માં ધોરણ એક થી આઠ ના તમામ વિષયો ઑડીયો વિડિઓ એનિમેશન ઉપર સુંદર રીતે ડિઝાઈન કરવામાં આવેલ છે. ખરેખર ભાર વગર નું ભણતર આ પ્રયોગ થી સિધ્ધ થાય છે. વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે છે. સારા પરિણામ અને બૌદ્ધિક વિકાસ માટે આ સોફ્ટવેર ખૂબજ ઉપયોગી સાબીત થાય છે. આ પ્રોજેક્ટમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઘનશ્યામભાઈ દેથરીયા ખાસ હાજર રહીને રિમોટ કન્ટ્રોલથી પ્રોજેક્ટર ખુલ્લું મૂક્યું હતું. આ પ્રોજેક્ટમાં અર્લી એક્ટ પ્રેસિડેન્ટ જૈમીન રાવલ સેક્રેટરી અજય ચાવડા,કલબ ઇન્ચાર્જ રાજેશભાઈ ઝાલા તથારોટરી પ્રેસિડન્ટ ચિનુભાઈ પટેલ સેક્રેટરી,રાજેન્દ્રસિંહ રાણા હાજર રહેલ.સ્કૂલના મેનેજીંગ ડીરેક્ટર નરેશભાઈ રાવલ શિવમ જાની અને સ્ટાફે આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.