સાપકડા અને ભલગામડાનાં મંદિરમાં તસ્કરો ત્રાટકીયા

પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સાપકડા અને ભલગામડાનાં આસ્થાના પ્રતિક માતાજીના મઢમાંથી તાળા તોડી સોના-ચાંદીના આભુષણ વિયોધમાંના મઢમાંથી ૩.૭૧ લાખના આભૂષણોની ચોરી કરીને તસ્કરો નાસી છુટયા હતા.જેમાં મોટા ફળાના નંગ-૪૦,ચાંદીના છત્ર નંગ-૭,સોનાના છત્ર નંગ- ૧,ત્રિશુલ નંગ-૨,મુગટ નંગ-૧,પંચઆરતી નંગ-૧ સહીતના મુદામાલ ની ચોરી થઇ છે.આ બાબતે હળવદ પોલીસ મથકમાં કેશાભાઇ પ્રભુભાઈ દેવીપુજકએ ફરિયાદ નોધાવી છે.હળવદ પી.આઈ. એસ.એન.સાટી,પીએસઆઈએ.બી.જાડેજા,ધ્રુવરાજસિંહ ઝાલા,ભરતભાઈ રબારી સહિતનો કાફલો ધટના સ્થળે પહોચી તસ્કરોને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

 

Comments
Loading...
WhatsApp chat