

મળતી વિગત મુજબ ગત મોડી રાત્રીના હળવદ હાઈવે પર કારમાં આગ લાગી હતી ઘટનાની જાણ થતા ફાયરની ટીમ દોડી ગઈ હતી અને લગભગ ૧ કલાકમાં આગ્ પર કાબુ મળેવી લીધો હતો સુત્રોમાંથી મળતી વિગત મુજબ મોરબીના જેલ રોડ પર રેહતો પરિવાર અષાઢીબીજ ને લીધે હોન્ડા સીટી કારમાં પીપળી નજીક આવેલ રામદેવપીર મંદિર દર્શન કરી પરત ફરતો હતા ત્યારે તેમની ગાડીમાં ધુંવાડો નીકળતો હોવાથ કારચલાવી રહેલા રાજુભાઈ ની પત્ની ધ્યાન જતા કારમાં સવાર ૫ બાળકો, ૨ મહિલા અને એક પુરષ સહિત તમામ લોકો નીચે ઉતરી ગયા હતા અને કારમાંથી જેવા નીચે ઉતર્યા કે કાર ભળભળ સળગી ઉઠી હતી અને પળ વારમાં આગમાં કાર બળીને ખાખ થઇ ગઈ હતી જોકે કાર ભલે સળગી ગઈ પણ ધ્યાન પડી જતા કારમા સવાર ૫ બાળકો,૨ મહિલા અને એક પુરષ સહિત ૮ લોકો નીચે ઉતરી જતા માનવ જિંદગી બચાવ થઇ ગયો હતો જે બહુ સારી વાત કેહવાય