હળવદ જૂથ અથડામણમાં મૃત્યુ પામલે ભરવાડના મૃતદેહને પરિવારે સ્વીકારી અંતિમવિધિ કરાઈ

હળવદ જૂથ અથડામણમાં ગઈકાલે અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં સારવાર બાદ ત્રીજા ભરવાડ પ્રૌઢનું મૃત્યુ નીપજતાં તેમની પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર  કર્યો હતો બાદ માં સરકારે સમગ્ર મામલે તપાસ માટે સીટની રચના કરતા અંતે મૃતદેહ નો સ્વીકાર કરી આજે ભરવાડ પ્રૌઢ ની ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્વક અંતિમવિધિ કરવામાં આવી હતી.ખેતભાઈની અંતિમવિધિમાં ભરવાડ સમાજના અગ્રણીઓ મોટા પ્રમાણમાં હાજરી આપતા પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્યથા ગોઠવામાં આવી હતી અને જો કે ભરવાડ સમાજના લોકોએ અંતિમવિધિમાં શાંતિ પૂર્વક વ્યવહાર કરતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

Comments
Loading...
WhatsApp chat