હળવદમાં લોકોએ સ્વયંભુ બંધ પાડ્યું,ઈમરજન્સી સેવાઓ ચાલુ

હળવદ નજીક થયેલ જૂથ અથડામણને પગલે હળવદ તથા આસપાસના ગામોમાં ભરેલા અગ્ની જેવી સ્થતિ જોવા મળી હતી.જૂથ અથડામણ થતા સમગ્ર પંથકમાં દુકાનો ટપોટપ બંધ થવા લાગી અને ડી.આઈ.જી.કક્ષાના ત્રણ અધિકારીઓ હળવદ પહોચ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે સધન પેટ્રોલિંગ કર્યું હતું. તેમજ હળવદમાં SRP સહિતનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.આ ધટનાને પગલે રાજ્ય સરકાર દ્વારા મિનીટ ટુ મિનીટ ની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે.આ ધટનાને પગલે હળવદ પંથકની બજારો,સ્કૂલો લોકો દ્વારા સ્વયંભુ બંધ રાખવામાં આવી છે તથા લોકોને ઈમરજન્સી સમયે મુશ્કેલી ન પડે તે માટે ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat