ટંકારાના હડમતીયા ગામે ૧૨ ઇંચ વરસાદ ખાબકયો

૧૨ ઇંચ વરસાદના કારણે ગામનું તળાવ ફાટ્યું

ટંકારાના હડમતિયામાં છેલ્લા ૨ દિવસથી અવિરત વરસાદ  ચાલું છે.ત્યારે ગામની ભાગોળે આવેલ “કપુરીયો” બે કાંઠે વહી જતા “પાલનપીર તળાવ” નિર્મલનીર તળાવ, “ગામતળાવ” તેમજ નાના મોટા ચેકડેમ ઓવરફલો થયા હતા.૧૨ ઈંચ વરસાદ ખાબકતા ગામ પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી તેમજ ગામનું તળાવ તુટી ગયું છે. જોકે જાનમાલની નુકશાનીના વાવડ નથી. ધરતીપુત્રોને તો લાપસીના આંધણ મુકવા જેવો અવસર આવ્યો છે. છેલ્લા ૨ વર્ષથી તળીયા ઝાટક રહેલા બધા તળાવ ભરાય જતા ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વરસાદથી ઠંડીના કારણે સ્કુલોમાં પણ બાળકોની પાંખી હાજરી જોવા મળી હતી. આજના વરસાદથી કિશાનપુત્રો GST બિલને પણ ભુલી ગયા હતા. અમુક કિશાન તો જણાવી રહ્યા છે કે જો સારા વરસાદથી ડેમ ભરાય જતા હોય અને સિંચાઈનું પાણી મળતું રહે તો ભલેને ગમે તેટલા બિલ આવે દેશને માટે અમે થોડી મુશ્કેલી પણ ભોગવવા તૈયાર છીઅે. અને કિશાનપુત્ર તો પહેલેથી જ દેશ ખાતર બલિદાન આપતો આવ્યો છે. પણ આવી મહેર તો ” વરુણદેવ” જ કરી શકે સરકાર તો ફક્ત કષ્ટી જ આપી શકે તેવું પણ જણાવી રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat