હડમતિયાના નવયુવાનોએ પર્યાવરણના જતન માટે ભગીરથ કાર્ય હાથ ધર્યું

* ખેંચી વાદળો અહિં કોણ લાવશે પાણી વિના જીવન કેમ ચાલશે આધુંનિકતાથી કેટલું ચાલશે વૃક્ષ વિના જીવન કેમ ચાલશે..? * આ સુંદર પંકિત ઘણુ બધું કહી જાય છે.

“આઝાદશાખા” ના યુવાનો દ્વારા ૪૦ વૃક્ષો વાવીને દરેક વૃક્ષનું જતન થાય તે હેતુથી  “ડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ-રાજકોટ ” દ્વારા પિંજરા પણ આપવામાં આવ્યા છે. તદ્ઉપરાંત ગામમાં ૨૦૦ રોપાનું વિતરણ કરવામાં આવ્યું. હડમતિયામાં આર.અેસ.અેસ.ની “આઝાદશાખા” ના લવરમુછીયા યુવાનોને વિચાર આવ્યો કે દેશના પર્યાવરણનું જતન કરવું તે આપણી પહેલી પ્રાથમિકતા છે. હડમતિયાના આ નવયુવાનોના ભગીરથ કાર્યથી દેશના દરેક ખૂણે આ પેગામ પહોચે અને દેશની હરિયાળી ક્રાંતિ લાવવામાં સૌ કોઈ સહભાગી બને. આ શુભ કાર્ય રમેશ ઠાકોર સહિતના આઝાદ શાખાના નવયુવાનો દ્વારા સફળ બનવવામાં આવ્યું હતું.

 

Comments
Loading...
WhatsApp chat