મોરબીના ગુંગણ ગામે બે જૂથ વચ્ચે સશસ્ત્ર બઘડાટી, જાણો કેમ ?

ગુંગણ ગામના કૃષ્ણનગરના રહેવાસી રાજેશ જેઠાભાઈ કાનગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રિના તે ટ્રેકટર લઈને જતા હતા ત્યારે આરોપી નરેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજા, કિરીટસિંહ ગંભીરસિંહ જાડેજા, વાલાભાઈ દેવાભાઈ સોનારા, બાપાલાલ ગજુભા જાડેજા, કુલદીપસિંહ લખુભા જાડેજા, સિદ્ધરાજસિંહ નિરૂભા જાડેજા અને કનકસિંહ ભીખુભા જાડેજા એ તમામ સાત આરોપીઓએ ખોટી રીતે તેનું ટ્રેકટર લઈને બોલાચાલી કરી હતી જે બાબતે સમજાવવા જતા આરોપીઓએ ફરિયાદી રાજેશ જેઠા કાનગઢ અને સહેવ વાલાભાઈ દેવાભાઈને ધારીયું, લોખંડના પાઈપ અને ધોકા વડે માર મારી ઈજાઓ પહોંચાડી છે જયારે સામાપક્ષે નરેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી રાજેશ જેઠા, સંજય લખમણ, ભાનુ સવાભાઇ, કરશન નાગ્દાનભાઈ, રાજા વાલાભાઈ, વાલા દેવાભાઈ, અમુ દેહભાઈ તેમજ અન્ય ૧૦ થી ૧૨ અજાણ્યા શખ્શો ધોકા અને પાઈપ જેવા હથિયારો સાથે તૂટી પડ્યા હતા અને તેને માર મારી ઈજાઓ પહોંચાડી હતી. મોરબી તાલુકા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી મારામારી તેમજ રાયોટીંગનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

 

Comments
Loading...
WhatsApp chat