સાર્થક વિધામંદિરમાં ધોરણ ૧૦ પછી શું ? પથદર્શક સેમીનાર યોજાયો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના સામાકાંઠે આવેલી સાર્થક વિધામંદિર ખાતે ધોરણ ૧૦ પછી શું વિષય પર સેમીનાર યોજાયો હતો જેમાં નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું

        રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ ૧૦ નું પરિણામ જાહેર કરાયું છે તે પૂર્વે જ સાર્થક વિધામંદિર ખાતે પથદર્શક સેમીનાર યોજવામાં આવ્યો હતો જેમાં ધોરણ-10 પછી કયો વિભાગ પસંદ કરવો, કયો વિષય આપણાં માટે અનુકૂળ રહેશે, આપણે વિભાગ પસંદ કર્યા બાદ એ વિભાગમાં ભવિષ્યમાં કેવા-કેવા રસ્તા પડશે. ? એમાંથી કયો રસ્તો પસંદ કરવો..! સાયન્સ વિભાગ યોગ્ય કે કોમર્સ વિભાગ યોગ્ય …!  આવા અનેક પ્રશ્નોના નિરાકરણ માટે અનુભવી વક્તાઓ દ્વારા આ સેમિનારમાં યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ તેમજ જાગૃત વાલીઓ હાજર રહ્યા હતા.

 શાળાના પ્રમુખ કિશોર ગુરુજીએ તેમજ પ્રમોદ ગુરુજીએ તથા તમામ સાર્થક વિદ્યામંદીર પરિવારે ઉપસ્થિત તમામનું સહહૃદય અભિવાદન કર્યું હતું.

Comments
Loading...
WhatsApp chat