મોરબીનો છાત્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં અવ્વલ

મોરબીનો છાત્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)માં પ્રથમ આવતા મહેનત રંગ લાવી છે. મોરબીમાં ઘડિયારના ધંધા સાથે જોડાયેલા અશ્વિનભાઈ દફ્તરીનો પુત્ર આતુર દફ્તરી રાજકોટની મારવાડી કોલેજમાં અભ્યાસ કરે છે. જેમાં માસ્ટર ઓફ એન્જીનીયરિંગ ઇન પાવર ઇલેક્ટ્રોનિકસ એન્ડ ઇલેક્ટ્રિકલ દ્રાઇવસ(M. E in PEED)માં 9.8 એસપીઆઈ સાથે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં( જીટીયુ)માં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આતુરે જણાવ્યું હતું કે, દિવસમાં 8 કલાકથી વધારે પ્રેક્ટિકલ અને થિયરીકલ મહેનત કર્યા બાદ સારુ પરિણામ મળ્યું છે. ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવતા કોલેજના સ્ટાફે અને પરિવારજનોએ શુભેચ્છાઓ પાઠવી છે.

Comments
Loading...
WhatsApp chat