


એક જ દેશ, એક જ કર એવી વ્યાખ્યા જીએસટી માટે કરવામાં આવી છે. પરંતુ જીએસટી બાબતે વેપારીઓ અને લોકોમાં મૂંઝવણ છે. જીએસટીના અમલમાં મૂંઝવણ રહેવાને કારણે માલ સામાનનું ટર્ન ઓવર ઠપ્પ થયું છે. જેની અસર મોરબી જિલ્લાના મુખ્ય માર્કેટને પણ થઈ છે. જિલ્લાના ત્રણેય માર્કેટ યાર્ડમાં છેલ્લા છ દિવસથી હરરાજી બંધ છે. તેમજ કમિશન એજન્ટો દ્વારા હરરાજી બંધ રહી છે. કેમકે ખરીદી અને વેચાણ કેવી રીતે કરવું તેની મૂંઝવણ છે. મોરબી, વાંકાનેર તથા હળવદમાં આવેલા માર્કેટ યાર્ડ જીએસટીના અમલ સાથે બંધ છે. ત્રણેય યાર્ડ બંધ રહેવાને કારણે અંદાજિત લાખો રૂપિયાનું ટર્ન ઓવર અટકી ગયું છે અને માલનો ભરાવો થતા ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. કુલ 6 દિવસમાં કરોડો રૂપિયાની નુકશાની થતા વેપારીઓએ જીએસટીમાં પડતી મુશ્કેલી નિવારવા માંગ કરી છે.