ઘરવપરાશના ગેસ જોડાણ પર જીએસટી નાબુદ કરવા માગ

ભારતમાં જીએસટી અમલવારી બાદ ઠેર-ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે.ત્યારે માલધારી વિકાસ સંગઠન પ્રદેશ મહામંત્રી રમેશભાઈ રબારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિતમાં રજૂઆત કરી છે કે ભારતના નાગરિકો પૈકીના કરોડો ગેસ ધારકોએ અપીલને માન આપી સબસીડી જતી કરેલ છે અને બાકી જે કોઈ છે તેમની સબસીડી ઓછી અથવા અંશત: બંધ કરે છે.હવે જીએસટીમાં આવરી લઇ મસમોટો ભાવ વધારો કરેલ છે.તમે ગેસ ધારકો પાસેથી જીએસટી દ્વારા ટેક્સ વસુલવા જઈ રહ્યા છો અને સામે પક્ષે આપની આત્મસ્લાધા સંતોષવા તથા ભાજપને મહત્વ અપાવવા છેલ્લા ધણા વખતથી અખબારોના આખા પાના ભરીને જાહેર ખબર સાથે ઇલેક્ટ્રિક મીડિયામાં સતત પ્રચાર-પ્રસારમાં દેશના નાગરિકોના આયકર અને જીએસટી ટેક્સ દ્વારા ઉધારાયેલા નાણાનો ભારે મોટો દુર્વ્યય થઇ રહ્યો છે.જીએસટી દ્વારા ગેસ ધારકો પાસેથી ઉધરાવાતા નાણા કરતા પ્રચાર-પ્રસારમાં અઢળક નાણા વપરાય છે ત્યારે આપને અમારી નમ્ર વિનતી છે કે સબસીડી બંધ કરીને લોકોને દાઝાડેલ છે.

તેમજ રમેશ રબારીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે આપનો મુખ્ય મુદા લેખ ભ્રષ્ટાચાર નાબુદી અને આપના શબ્દોમાં ખાતો નથી ખાવા દેતો નથી  એ રહેલ છે પરંતુ જે લોકો ખાય છે તેના સામું જોતા નથી અને આંખ મીચામણા કરો છો.ઉપરાંત ખુશામતખોરો પર વધુ લાગણી વર્તાય છે ત્યારે કીડીને કોશનો ડામ ણ દેખાય તે આપણી કહેવત મુજબ ગેસ ધારકો બધા જ અમરો નથી,સામાન્ય પરિવારો પણ ગેસ ધારકો છે તો ગેસ પરનો જીએસટીટેક્સ સત્વારે નાબુદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat