


મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે કે શનાળા રોડ પરના માર્કેટિંગ યાર્ડના છેવાડે આવેલ પુરવઠા ખાતાના ગોડાઉનમાં અનાજનો સંગ્રહ કરવામાં આવે છે. જેમાં થતા ધનેડા નજીકની બાર સોસાયટીના ઘરો સુધી પહોંચે છે. બાળકોના સ્કૂલ બેગથી લઈને રસોડા સુધી ધનેડાનો ત્રાસ જોવા મળી રહ્યો છે. મોરબીમાં પુરવઠા વિભાગના ગોડાઉનથી સ્વચ્છતા અભિયાનનું બાળ મરણ થઇ ગયેલ છે. આ વિસ્તારમાં જો કોઈના ઘરે મહેમાન આવે તો ઘનેડા લઈને જાય છે. બાળકોથી લઈને બુઝુર્ગોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી માહોલમાં વીજ કાપ સમયે ખોરાકમાં ધનેડા ભોજન સાથે લોકોના પેટમાં જાય છે. આ મામલે પુરવઠા વિભાગે પ્રજાના હિતમાં યોગ્ય નિર્ણય લેવો જોઈએ તેવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.