બંધુનગરમાં પ્રદુષણ મામલે જીપીસીબી ટીમે પાણીના સેમ્પલ લીધા

મોરબીના બંધુનગર નજીક આવેલ સિરામિક એકમો દ્વારા અવારનવાર કોલગેસ તથા ડામરનો કદડો ગમે ત્યાં ઠાલવી દેવામાં આવતો હોવાથી પ્રદુષણની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ મામલે બંધુનગર ગ્રામ પંચાયતે જીલ્લા કલેકટરને જણાવ્યું હતું કે બંધુનગર નજીક આવેલ પાટીદાર પ્રોડક્ટ નામનું સીલીકેટ કારખાનું ડામરનું દુષિત પાણી ખેતરોના રસ્તામાં નિકાલ કરે છે જેથી ખેતર જવાનો રસ્તો સંપૂર્ણ બંધ થયો છે તેમજ આ મામલે ગ્રામ પંચાયતના સદસ્યો અને ગામના અગ્રણીઓ કારખાનેદારને સમજાવવા જતા લાલભાઈ અને દિલીપભાઈ નામના કારખાનેદારે સરપંચ અને સદસ્યોને ધમકીઓ આપી તમારાથી થાય તે કરી લો. રાજકારણીઓનો સપોર્ટ છે અને જીપીસીબી પણ અમારા ખિસ્સામાં છે એમ કહીને પાછા તગેડી મુક્યા હતા. જે પ્રદુષણની ફરિયાદ મામલે જીપીસીબીના પાટીલ સહિતની ટીમે સ્થળની વિઝીટ કરીને સેમ્પલ લીધા હતા.અને અધિકારો માત્ર સેમ્પલ લઇ અને કાગળ ની કાર્યવાહી કરી છે આવી પોલ્યુશન કરતી ફેક્ટરી સામે તો કડક પગલા લેવા જોઈએ તો જ અન્ય ફેકટરીઓ જે પ્રદુષણ કરતી દરે તેવી પણ માગ છે .

Comments
Loading...
WhatsApp chat