મોરબીમાં પ્રદુષણ ફેલાવનાર વધુ ૧૩ એકમોને ક્લોઝર નોટીસ

ત્રણ માસમાં ૩૫ એકમોને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નોટીસ

મોરબી શહેર ઓદ્યોગિક નગરી તરીકે જાણીતું હોય, અસંખ્ય ઓદ્યોગિક યુનીટને પગલે પ્રદુષણ બોર્ડની પ્રાદેશિક કચેરી મોરબી ખાતે કાર્યરત કરવામાં આવી છે જે પ્રદુષણ ફેલાવનારા એકમો સામે કાર્યવાહી કરી રહ્યું છે. છેલ્લા ત્રણ માસમાં પ્રદુષણ બોર્ડ દ્વારા કુલ ૩૫ એકમને નોટીસ ફટકારવામાં આવી છે જેમાં ગત જુન માસમાં ૧૩, અગાઉ એપ્રિલમાં ૫ અને મેં માસમાં ૧૭ એકમને ક્લોઝર નોટીસ આપી દેવામાં આવી હતી. હવા અને પાણીનું પ્રદુષણની મળતી ફરિયાદો તેમજ પ્રદુષણ બોર્ડના અધિકારીઓની સ્થળ વિઝીટમાં લેવામાં આવેલા સેમ્પલને આધારે ગાંધીનગર ખાતે રીપોર્ટ કરવામાં આવતો હોય છે તેમજ જે તે સિરામિક એકમને કારણદર્શક નોટીસ આપવામાં આવતી હોય છે જેનો જવાબ નહિ આપનાર એકમ સામે પ્રદુષણ બોર્ડ ક્લોઝર નોટીસની આકરી કાર્યવાહી કરે છે. જેમાં પીજીવીસીએલને આદેશ મળતા એકમનું વીજ કનેક્શન કાપી નાખીને પ્રદુષણ બોર્ડને રીપોર્ટ કરવામાં આવે છે અને ક્લોઝર પીરીયડ પૂર્ણ થયા બાદ ફરીથી સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી જણાઈ તો પુનઃ શરુ કરવાની પરવાનગી આપવામાં આવે છે.

 

Comments
Loading...
WhatsApp chat