


મોરબીમાં નીલકંઠ સ્કૂલ તથા રાજકોટના સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા આગામી તારીખ 4 ફેબ્રુઆરીના રોજ સવારે 9:00 થી 12:00 તેમજ સાંજે 3:00 થી 5:00 કલાક દરમિયાન નીલકંઠ સ્કૂલ ખાતે બાળકો તેમજ સગર્ભા બહેનોને નિ:શુલ્ક સુવર્ણ પ્રાશન ટીપા પીવડાવવામાં આવશે.
નોંધનીય છે કે સુવર્ણ પ્રાશનના અનેક ફાયદાઓ છે. જેનાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો, પાચનતંત્રમાં સુધારો, વાયરલ ઇન્ફેક્શનથી બચાવ, યાદશક્તિમાં વધારો થાય છે. સુવર્ણપ્રાષન એટલે – સુવર્ણ, નવરત્ન, બ્રામ્હી, વચા, શંખ પુષ્પી જેવી દિવ્ય મેધાવર્ધક ઔષધિઓ તેમજ મધનું ઉત્તમ સંયોજન છે.
જેનું પ્રાષન એટલે કે ટીપા પિવડાવવા. ત્યારે 6 મહિનાથી 14 વર્ષ સુધીના બાળકો તથા ગર્ભવતી સ્ત્રીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય, પાચનતંત્રમાં સુધારો, તાવ, શરદી, વાયરલ ઇન્ફેકશનથી બચાવ થયા અને બાળક તેજસ્વી અને ચતુર બને છે. તેના સેવનથી શારીરિક તથા માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે અને ગુસ્સો તથા ચિડીયાપણું ઓછુ થાય છે.

