Billboard ad 1150*250

મોરબી : ગેસ્ટ હાઉસમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી

0 114
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબીમાં ચોરી, લુટ અને હત્યા જેવા બનાવો સામાન્ય થઇ ગયા છે તેમ બે દિવસમાં બે હત્યા બાદ ચોરીની ધટના સામે આવી છે જેમાં એક ગેસ્ટહાઉસમાંથી કોઈ અજાણ્યા ઇસમે ૨ લાખથી વધુના મુદામાલની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.

મૂળ બિહાર અને હાલ પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ પોતાનું ગેસ્ટહાઉસ ચાલવતા મૃત્યુંજય શ્રીરામઓઘ તિવારીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ગેસ્ટહાઉસમના ખુલ્લા શટરમાંથી ગત તા.૧૭-૫-૨૦૧૯ ના રોજ કોઈ અજાણ્યા ઇસમે પ્રવેશ કરી ગેસ્ટહાઉસમાં ખૂણામાં બેગ તથા બેગમાં રાખેલ સોનાનો સેટ ત્રણ તોલા કીમત રૂ.૯૦,૦૦૦ તેમજ સોનાની બંગડી બે તોલા કીમત રૂ.૬૦,૦૦૦, સોનાની વીટી નંગ-૪ કીમત રૂ.૧૫૦૦૦, સોનાની નાકની નથડી અધડો તોલા કીમત રૂ.૧૫૦૦૦, સોનાનો માથામાં નાખવાનો ટીકાનંગ-૧ અધડો તોલાનું કીમત રૂ.૧૫૦૦૦, સોનાની ચેન એક તોલાની કીમત રૂ.૩૦૦૦૦, સોનાનું પેન્ડલ અધડો તોલા કીમત રૂ.૧૫૦૦૦ એમ સોનાના દાગીનાની કુલ કીમત રૂ.૨,૪૦,૦૦૦ તથા એપ્પલ કંપનીનો મોબાઈલ કીમત રૂ.૮૦૦૦, ખીતીએ ટીંગાડેલ પેન્ટના ખિસ્સામાંથી પર્સમાં રાખેલ રોકડા રૂપિયા ૧૦૦૦૦ અને આઈ.સી.આઈ.સી. બેન્કનું એટીએમ કીમત રૂ.૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૨,૫૮,૦૦૦ ની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી છે.મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat