મોરબીમાં વાજતે ગાજતે ચુસ્ત બંદોબસ્ત સાથે ગણેશ વિસર્જન , જુઓ વિડીયો

વિસર્જન સ્થળે પાલિકા-પોલીસનો લોખંડી પહેરો

વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણપતિ મહોત્સવની પુર્ણાહુતી પ્રસંગે આજે ભક્તોએ ભીની આખો સાથે ગણેશ વિસર્જન કર્યું હતું તો ગણપતિ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેવા હેતુથી પાલિકાએ ચાર સ્થળે કલેક્શનની વ્યવસ્થા રાખી હતી

મોરબી નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જનને ધ્યાને લઈને પોલીસ પરેડ ગ્રાઉન્ડ, સ્કાય મોલ નજીક તેમજ સામાકાંઠા વિસ્તારમાં ચાર મૂર્તિ કલેક્શન સેન્ટર રાખ્યા હતા જ્યાંથી પાલિકાના વાહનોમાં જ મૂર્તિ લઇ જઈને આરટીઓ નજીકની નદીમાં ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું ચીફ ઓફિસર ગીરીશ સરૈયાના માગદર્શન હેઠળ પાલિકાની ટીમ વિસર્જન સ્થળે તૈનાત હતી તો ઠેર ઠેર શોભાયાત્રાને પગલે જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટુકડીઓ સતત ખડેપગે તૈનાત રહી હતી અને શહેરના વિવિધ સ્થળે તેમજ વિસર્જન સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું

જુઓ વિઘ્નહર્તા દેવ ગણપતિ વિસર્જનનો વિડીયો….

Comments
Loading...
WhatsApp chat