મોરબીના ક્યાં વિસ્તારમાં ગંદકીની સમસ્યા, જાણો કોને આપી આંદોલનની ચીમકી ?

મોરબી વોર્ડ નં ૪ ના મહિલા કાઉન્સિલર જશવંતીબેન શીરોહિયાએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિત પત્ર પાઠવીને જણાવ્યું છે કે તેના વોર્ડમાં આવેલા સો-ઓરડી, વરિયાનગર, ચામુંડાનગર, મારૂતિ પ્લોટ સહિતના વિસ્તારોમાં ગટરની નિયમિત સફાઈ કરવામાં આવતી નથી. આ સોસાયટીઓ અતિ પછાત છે જ્યાં નિયમિત સફાઈ ના થતી હોવાથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી. આ વીસ્તારમાં સફાઈ કર્મચારીઓ પણ આવતા નથી જેથી ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. આ ગંદકીને કારણે માંદગીના અનેક ખાટલા પણ રહે છે. ચોમાસું નજીક છે ત્યારે ચોમાસામાં સફાઈના અભાવે થતી ગંદકીને પગલે ડેન્ગ્યું, મેલેરિયા જેવા રોગચાળા ફાટી નીકળે તેવી સંભાવના છે જેને પગલે આ વિસ્તારમાં તાકીદે સફાઈ અભિયાન ચલાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો સમયસર સફાઈ કરવામાં નહિ આવે તો લત્તાવાસીઓને સાથે રાખીને મહિલા સદસ્ય આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

 

Comments
Loading...
WhatsApp chat