Billboard ad 1150*250

મોરબી : રવાપર રોડ-રવાપર ગામમાં જુગારના દરોડા, ૧૦ ઝડપાયા

0 229
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીના રવાપર રોડ પરના ફલેટમાં જુગાર રમતા સાતને એલસીબી ટીમે ઝડપ્યા

Post ad 2

એલસીબી ટીમે રૂ ૧.૩૨ લાખની રોકડ જપ્ત કરી 

Post ad 3

        મોરબીના રવાપર રોડ પર જુગાર રમતા હોવાની બાતમી મળતા એલ.સી.બી. ટીમેં  એપાર્ટમેન્ટમાં જુગાર દરોડો કરી સાત શખ્સોને રૂપિયા ૧.૩૨ લાખથી વધુની મતા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા

        મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાની સૂચનાથી અને ડી.વાય.એસ.પી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પીઆઈ વી બી જાડેજાની આગેવાની હેઠળ એલસીબી ટીમના સહદેવસિંહ જાડેજા અને યોગીરાજસિંહ જાડેજા સહિતની ટીમે બાતમીને આધારે રવાપર રોડ પર આવેલ સહજાનંદ એપાર્ટમેન્ટમાં ફ્લેટ ન. ૬૦૧ મા દરોડો પાડતા ફ્લેટના માલિક હસમુખભાઈ દેસાઈ, ભરત ક્લોલા,  દિનેશ કાનાંણી, રજની ચંન્દ્રાલા, કૈલાસ ચંન્દ્રાલા, દિનેશ પટેલ અને અમૃત પટેલ એમ સાત શખ્સોને રૂપિયા ૧.૩૨ લાખની રોકડ સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના રવાપર ગામે જાહેર જુગાર રમતા ત્રણ ઝડપાયા

         મોરબીના રવાપર ગામમાં આવેલ ગૌતમ હોલ પાસે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરીને જુગાર રમતા નરેન્દ્ર ઉફે નરેશ ધનજીભાઈ પટેલ, ધર્મેન્દ્ર પ્રવીણભાઈ ફૂલતરીયા અને અરજણભાઈ કાનજીભાઈ કાસુન્દ્રાને ઝડપી રોકડ રકમ રૂ ૨૦,૧૩૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે  

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat