મોરબી : એપાર્ટમેન્ટમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત શકુની ઝડપાયા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી એલસીબી સ્ટાફે બાતમીના આધારે પંચાસર રોડ પરના અક્ષર એપાર્ટમેન્ટમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત શખ્સોને રૂ.1.75 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડીને  ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા અને એલસીબીની પી.આઇ વી.બી જાડેજાની સૂચના હેઠળ એલસીબી સ્ટાફના યોગીરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે મોરબીના પંચાસર રોડ પર આવેલા અક્ષર એપાર્ટમેન્ટના બ્લોક નંબર 501માં રહેતા હિતેશભાઈ કેશવજીભાઈ ઠોરિયા તેના ઘરમાં નાલ ઉધરાવીને જુગાર રમાંડતો હોવાની બાતમી મળી હતી જે આધારે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા હિતેશભાઈ કેશવજીભાઈ ઠોરિયા, રમેશભાઈ અમરશીભાઈ આદ્રોજા, જીતેન્દ્રભાઈ નાગજીભાઈ સુવારીયા, જગદીશભાઈ પ્રેમજીભાઈ ફેફર, હસમુખભાઈ કાનજીભાઈ આદ્રોજા, ગિરીશભાઈ પ્રેમજીભાઈ ફેફર અને  હિતેશભાઈ રમેશભાઈ સુવારીયાને રોકડ રકમ ૧,૭૫,૦૦૦ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat