મોરબીમાં કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે મેઘરાજાની સવારી

આજે સવારથી ભારે બફારો અને ગરમીના માહોલ થી મોરબીવાસીઓને ભારે અકળામણ સહન કરવી પડી હતી અને બપોર સુધી સતત ગરમી સહન કર્યા બાદ આખરે મેઘરાજાએ બપોરે દેખા દીધા હતા જેમાં બપોરે હળવા વરસાદી ઝાપટા બાદ સાંજે કડાકા અને ભડાકા સાથે તેમજ ભારે ગાજવીજ સાથે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી, ભારે પવન અને તોફાની વાતાવરણમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે તો યુવા હૈયાઓ પણ વરસાદમાં ભીંજાયને હિલોળે ચડ્યા છે. તો ભારે પવનને પગલે શહેરના મોટાભાગ વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઈ હતી.

 

Comments
Loading...
WhatsApp chat