Billboard ad 1150*250

મોરબી : માં નવરાત્રી મહોત્સવમાં વિનામૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબાની રમઝટ, Video…

0 125
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

જયરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા ૨૧ વર્ષથી કરાય છે આયોજન

Post ad 2

        મોરબીમાં પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબા એકસાથે જોવા મળે છે આજે પણ વર્ષો જૂની પ્રાચીન ગરબીમાં બાળાઓએ પરંપરાગત ગરબે ઘૂમે છે જયારે શહેરમાં અર્વાચીન રાસ ગરબાની જમાવટ પણ જોવા મળે છે ત્યારે મોરબીના સામાકાંઠે છેલ્લા ૨૧ વર્ષથી માં નવરાત્રી મહોત્સવમાં પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાનો સમન્વય જોવા મળે છે

        આજના ઝડપી યુગમાં અર્વાચીન રાસ ગરબાનું મહત્વ વધી રહ્યું છે અને યુવાન દીકરીઓ ગરબીને બદલે પાર્ટી પ્લોટમાં ફ્રી સ્ટાઈલ રાસ ગરબાને મહત્વ આપતી હોય છે ત્યારે મોરબીના સામાકાંઠે જયરાજસિંહ જાડેજા અને તેની ટીમ દ્વારા ૨૧ વર્ષથી ફ્રી સ્ટાઈલ માં ગરબી મંડળનું આયોજન કરાય છે અને ફ્રી સ્ટાઈલ રાસ ગરબાની કોઈ ફી નથી અને તમામ બહેનો માટે નિશુલ્ક એન્ટ્રી મળે છે ઉપરાંત રાસ ગરબા સ્પર્ધામાં ભાગ લેનાર ખેલૈયાઓને વિવિધ કેટેગરીમાં ઇનામો અપાય છે અને નવરાત્રી દરમિયાન મોરબી જીલ્લામાં સૌથી વધુ ૪૫૧ બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવશે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat