મોરબી : પોલીસ પરિવાર દ્વારા “ભારતનું બંધારણ” વિષય પર ફ્રી લેકચર, Video

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી પોલીસ પરિવારનું આયોજન, ૨૨૫ યુવાનોએ લાભ લીધો

        મોરબી જીલ્લા પોલીસ, સુરક્ષા સેતુ સોસાયટી મોરબી અને ટીટીસી એકેડમી રાજકોટ દ્વારા આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ૫૦ માર્ક્સનો ગુણભાર ધરાવતા વિષય ભારતનું બંધારણ પર આજે સ્પેશ્યલ ફ્રી લેકચર મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે યોજવામાં આવ્યો હતો

        નજીકના સમયમાં બિનસચિવાલય ક્લાર્ક અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં ૫૦ માર્કનો ગુણભાર ધરાવતા વિષય ભારતનું બંધારણ પર માર્ગદર્શન આપવા ટીટીસી એકેડમીના સંચાલક અને બંધારણ નિષ્ણાંત મનીષભાઈ ગઢવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બંધારણનું આમુખ, મૂળભૂત અધિકારો, રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તથા સંઘ અને રાજ્યનું માળખું વિષે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ ભારતનું બંધારણ માત્ર વિદ્યાર્થીઓ કે સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો જ નહિ પરંતુ દરેક નાગરિકો ભારતના બંધારણ વિષે માહિતગાર હોય તે જરૂરી હોવાનું મનીષભાઈ ગઢવીએ જણાવ્યું હતું

જયારે ફ્રી લેકચરના સુંદર આયોજન અંગે જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જીપીએસસી, ડેપ્યુટી કલેકટર, મામલદાર તેમજ પીએસઆઈ, કોન્સ્ટેબલ જેવી પરીક્ષાઓ લેવાઈ રહી છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભારતનું બંધારણ વિષય શીખવો અને જાણવો સૌથી જરૂરી હોય જેથી આજે પાંચ કલાકથી વધુનો ફ્રી લેકચર યોજાયો હતો જેનો માત્ર મોરબી જ નહિ પરંતુ રાજકોટ અને સૌરાષ્ટ્રભરના ૨૨૫ જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો   

Comments
Loading...
WhatsApp chat