


હાલ સમગ્ર દેશમાં મહિલાઓ માટે અસુરક્ષિત વાતાવરણ જોવા મળી રહ્યું છે અને મહિલા અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે મહિલા જાતે તેનું રક્ષણ કરી સકે તેવા હેતુથી મોરબીમાં મહિલાઓ માટે વિનામુલેય કરાટે કોચિંગ ક્લાસ શરુ કરવામાં આવશે.
આજના યુગમાં મહિલાઓ રોડ રસ્તા પર છેડતીનો શિકાર બને છે તેમજ બળાત્કાર જેવી ઘટનાઓ વધી રહી છે ત્યારે આવા સમયે મહિલા પોતે શારીરિક અને માનસિક રીતે મજબુત બની સકે અને બહેન દીકરીઓ નિર્ભયપણે બજારમાં આવી જઈ સકે તે માટે મોરબી દુર્ગા સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા તા. ૧૯ થી બાપા સીતારામ ચોક, રવાપર રોડ મોરબી ખાતે વિનામૂલ્યે મહિલાઓ માટે કરાટે ટ્રેનીંગ-કોચિંગ કેમ્પ શરુ કરવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી રેખાબેન એરવાડિયાની યાદીમાં જણાવ્યું છે.

