મોરબી: ભાજપના પૂવ MLAએ CM પટેલને પત્ર લખી ખેડૂતો માટે નર્મદાની કેનાલમાંથી પાણી છોડવા માંગ કરી

મોરબીના પૂર્વ  MLA કાંતિલાલ અમૃતીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને ખેડૂતો માટે નર્મદાની કેનાલમાંથી પાણી છોડવા માંગ કરી છે.

આ પત્રમાં તેમણે રજૂઆત કરી હતું કે, મોરબી જિલ્લાના માળીયા વિસ્તારના ખેડૂતોને પાણીની જરૂર છે. જેથી આગામી વાવેતર સુવિધા માટે નર્મદા યોજનાની માળીયા બ્રાંય કેનાલ, મોરબી બ્રાંય કેનાલ, મચ્છુ-ર ડેમ તથા ઘોડાધ્રોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવે તો મોરબી તાલુકા તથા માળીયા તાલુકાના દરિયા કિનારા નજીક આવેલા પરંતુ અલગ અલગ ડેમ કે નર્મદા યોજના દ્વારા સિંચાઇ સુવિધા ધરાવતા ખેડૂતોની આવકમાં વધારો થશે.

આમ, નર્મદાની કેનાલમાંથી પાણી છોડવા માટેની યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પૂર્વ  MLA કાંતિલાલ અમૃતીયાએ CM પટેલ પાસે કરી હતી.

Comments
Loading...
WhatsApp chat