મોરબી : મહિલા કોલેજમાં “ફૂડ વિધાઉટ ફયુલ” કોમ્પીટીશન, જુઓ વિડીયો…

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીની શ્રીમતી જે એ પટેલ મહિલા સાયન્સ કોલેજમાં અનોખી વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની ખાસ વાત એ હતી કે સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓએ કોઈપણ જાતની ઉર્જા એટલે કે ગેસ કે ઓવનના ઉપયોગ કર્યા વિના જ વાનગીઓ તૈયાર કરી હતી

        મોરબીની પટેલ મહિલા સાયન્સ કોલેજમાં આયોજિત ફૂડ વિધાઉટ ફયુલ ૨૦૧૯ કોમ્પીટીશનમાં ભાગ લેનાર બીએસસીની વિદ્યાર્થીનીઓએ ઉર્જા બચાવવાનો નવો ચીલો ચાતરી સૌને પ્રેરિત કર્યા હતા સાથે જ ખોરાક રાંધવાથી અમુક પ્રાકૃતિક તત્વો, વિટામિન્સ, પ્રોટીન ખોરાકમાંથી ઓછા થાય અથવા તો નાશ પામે છે તેથી પોષણની દ્રષ્ટીએ પણ નવી વાનગીઓ બનાવવામાં આવી હતી સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ન્યુટ્રીશયન નિષ્ણાંત મોનિકા મારવાડિયા અને આરતી રોહન હાજર રહ્યા હતા

        સ્પર્ધામાં સરસાવાડિયા ધ્રુવી અને પરમાર હિરલ એમ બે વિદ્યાર્થીનીઓએ પ્રથમ નંબર મેળવ્યો હતો જયારે દ્વિતીય ક્રમે હડીયલ પુનમ અને ત્રીજા ક્રમે ગુડાસણા ધારા વિજેતા બની હતી સંસ્થાના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ વલમજીભાઇ અમૃતિયા અને રેવાભાઈ પરેચા સહિતના અગ્રણીઓએ આ તકે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીનીઓએ પ્રેરણા આપી હતી

Comments
Loading...
WhatsApp chat