મોરબી : જુગાર રમતા પાંચ શકુની ઝડપાયા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી તાલુકાના મકનસર ગામ નજીકથી પાચ પત્તાપ્રેમીઓને ૭૭ હજારથી વધુના મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.એસ.આઈ. એન.જે.રાણાની સુચનાથી મોરબી તાલુકા પોલીસ સ્ટાફના મહિપતસિંહ જાડેજા, અમિતભાઈ વાસદડીયા, ભરતદાન દેથા, હિતેશભાઇ ચાવડા, કીર્તિસિંહ જાડેજા, રમેશભાઈ મુંધવા, જુવાનસિંહ ઝાલા અને નગીનદાસ નિમાવત સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નગીનદાસ નિમાવતને મકનસર નજીક એક્સલ સિરામિક પાસે જાહેરના જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા દિનેશભાઈ રવજીભાઈ પરમાર, કાળુભાઈ લખમણભાઈ ઉચાસણા, બીપીનભાઈ ગોરધનભાઈ મેદડીયા, કિરીટભાઈ બચુભાઈ બોપલીયા અને જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ નારણીયાને રોકડ રકમ રૂ.૭૭,૫૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat