



મોરબી શહેર ઉધોગોના કારણે અને જીલ્લા મથક બનવાથી સતત વિકસી રહ્યું છે ત્યારે મોરબી નગરપાલિકા હસ્તકનું ફાયર વિભાગમાં ફાયર ફાઈટરો સહીત સ્ટાફની મોટી ઘટ છે જીવના જોખમે સતત દોડતા રહેતા આ વિભાગની મૂળભૂત જરૂરિયાતો સામે પણ આંખ આડા કાન કરવામાં આવતા હોવાથી શહેર પર જોખમ વધી રહ્યું ફાયર વિભાગમાં માત્ર ૫ જ કાયમી કર્મચારીઓ છે બાકીના ૩૫ કર્મચારીઓ રોજમદાર છે હાલમાં ૨૫ ફાયરમેનની તથા ૧૫ ડ્રાઈવરની જગ્યાઓ પણ ખાલી છે અને ફાયર ફાયટરો પણ અપૂરતાછે. મોરબી શહેરના વિસ્તાર અને વસ્તી મુજબ હાલમાં 6 મોટા ફાયર ફાયટરો જોઈએ જેની સામે માત્ર ૧ જ મોટું ફાયર ફાયટર કાર્યરત છે 6 નાના ફાયર ફાયટરો સામે ૨ જ નાના ફાયર ફાયટરો છે તથા ૩ એમ્બ્યુલન્સની જરૂરિયાત સામે ૧ જ એમ્બ્યુલન્સ છે

