Billboard ad 1150*250 Billboard ad 1150*250

વિના કારણે નોકરી માંથી છુટા કરી દેતા ફાયર કર્મચારીએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી

મોરબી ફાયર વિભાગમાં ૧૧ માસ કરાર આધારિત ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા વિનય ભટ્ટ દ્વારા જીલ્લા કલેકટરને લેખિત જીલ્લા કલેકટરને અરજી કરી જણાવ્યું છે કે હાલ ચોમાસાની સીઝનમાં બે વખત ટંકારા અને બે વખત માળિયા ખાતે તેમજ વાંકાનેરમાં પણ બચાવ કામગીરી કરી છે મચ્છુ નદીમાં ત્રણ યુવાનો ફસાયેલ હતા જેની બચાવ કામગીરી કરી હતી. પરંતુ ગત તા. ૪ ના રોજ ગમે તે કારણોસર વ્હીકલ સુપરવાઈઝર ડી.ડી.જાડેજાની બદલી કરવામાં આવતા તેની જગ્યાએ નવા વ્હીકલ સુપરવાઈઝર હિતેષ દવેને મુકવામાં આવેલ અને ગેરેજ ચેરમેન અમિત ગામી મને વિના કારણે તા. ૪ થી હેરાન પરેશાન અને માનસિક ટોર્ચર કરવા લાગ્યા હતા અને અલગ અલગ વાહનમાં મુકવા લાગ્યા હતા. છતાં સંતોષકારક કામ કરવા છતાં તા. ૭ના  રોજ કોઈપણ કારણ વગર હિતેષ દવેએ મને કહેલું કે ચેરમેન અમિત ગામીએ તને આજરોજથી છૂટો કરેલ છે હવેથી તારે કામે આવવાનું નથી. આ અંગે ચીફ ઓફિસર સાથે વાતચીત કરીને કરારવાળા કર્મચારીને છુટા કરવા કે કામ ઉપર રાખવા તે ચીફ ઓફિસરના હુકમથી થાય છે. અરજદાર કર્મચારીએડબલશીપમાં કામ કરવા છતાં તેને કારણ વિના નોકરીમાંથી છુટા કર્યા છે તો આજે તેઓ ફરજ પર ગયા છતાં ચીફ ઓફિસરનો ફોન આવ્યો નથી તેવો જવાબ આપી દેવાયો હતો જેથી આ અંગે યોગ્ય ન્યાય કરવાની માંગ કર્મચારીએ કરી છે.

Comments
Loading...
WhatsApp chat