Billboard ad 1150*250

મોરબી : સિરામિક ફેકટરીમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો

0 172
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો

Post ad 3

        મોરબી પંથકમાં આગ લાગવાની ઘટનાઓ ચાલુ જ છે શનિવારે ફાયર સેફટીની ઝુંબેશ વચ્ચે રવાપર રોડ પરના વી માર્ટ શો રૂમમાં આગ ભભુક્યા બાદ આજે મોરબીના જુના ઘૂટું રોડ પરની સિરામિક ફેકટરીમાં આગ લાગતા ફાયરની ટીમ દોડી ગઈ હતી

        બનાવની મળતી માહિતી મુજબ મોરબીના જુના ઘૂટું રોડ પર આવેલી મેટ્રીક્સ સિરામિક ફેક્ટરીમાં આજે કોઈ કારણોસર આગ ભભુકી ઉઠી હતી અને આગના બનાવની જાણ થતા મોરબી ફાયરની એક ટીમ સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો ફાયરના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફેક્ટરીમાં લાગેલી આગમાં જનરેટર સહિતના સામાનને નુકશાની પહોંચી છે જોકે ફાયરની ટીમે સમયસર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો છે કોઈ જાનહાની થવા પામી નથી જોકે ફેકટરીમાં આગને પગલે થોડીવાર માટે લોકોમાં અફરાતફરી મચી હતી અને આગ વધુ પ્રસરે તે પૂર્વે જ ફાયરની ટીમે કાબુ મેળવી લેતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે   

Comments
Loading...
Share This
WhatsApp chat