Billboard ad 1150*250

મોરબી : રૂપિયાની લેતીદેતી મામલે પિતા પુત્રને જાનથી મારી નાખવાની ધમકી

0 851
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબીમાં પૈસાની લેતી દેતી મામલે પિતા-પુત્રને દંપતીએ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે.મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 2

પોલીસ મથકેથી મળતી વિગત મુજબ બનાવની ભરતભાઇ રામજીભાઇ ડેડાણીયા રહે વ્રુંદાવન પાર્ક હરી પ્રેમ એપાર્ટમેન્ટ ફ્લોરા હોમ્સ સામે મોરબી-૨ વાળાએ મનિષભાઇ નાથાભાઇ ધોડાસરા તથા પૂષ્પાબેન મનિષભાઇ ધોડાસરા રહે બન્ને પાટીદાર ટાઉનશીપ ટીંબડી પાટીયા મોરબી સામે બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી કે,આજથી દોઢેક માસ પહેલાથી આજદિન સુધી વ્રુંદાવન પાર્કના હરી પ્રેમ એપાર્ટમેન્ટ ખાતે બનેલા બનાવમાં આરોપીએ ખારાધોડા ખાતે કાચ લેવાનાં રૂપિયા આપેલ હતા તે વખતે ફરીયાદી આરોપી સાથે ગયા હતા અને આ કામનાં આરોપીને કાચ કે રૂપિયા પરત નહી મળતા જે કાચનાં રૂપિયા ફરીયાદી પાસેથી માંગી બન્ને આરોપીઓએ ફરીયાદીનાં ઘરે જઇ ગાળો આપી ફરીયાદી તથા ફરીયાદીનાં દિકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી તથા બન્ને આરોપીઓ ફરીયાદીને અવારનવાર ફોન કરી ફરી.ને ગાળો આપી હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ નોંધાવતા જેની વધુ તપાસ બી ડિવિઝન આઈ.ટી.જામ ચલાવી રહ્યા છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat