

મોરબી જીલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા, સિંચાઈનું પાણી, ખેડૂતોની કર્જમાફી તેમજ માલધારીઓ માટે ઘાસચારા અને પાણીની વ્યવસ્થાની માંગ સાથે મોરબીમાં કોંગ્રેસની આગેવાની હેઠળ ખેડૂતો અને માલધારીઓની રેલીમાં ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, મહમદ જાવીદ પીરજાદા અને પરશોતમભાઇ સાબરીયા સહિતનાની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા
બાઈક અને ટ્રેક્ટર સાથે ખેડૂતોની મહારેલી યોજાઈ હતી જે નવા બસ સ્ટેન્ડથી શરુ કરીને શહેરના મુખ્યમાર્ગો પર ફરીને જીલ્લા કલેકટર કચેરીએ પૂર્ણ થઇ હતી જ્યાં આગેવાનોની ઉપસ્થિતિમાં ખેડૂતોએ મોરબી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવો તેમજ ઘાસચારો, અને ખેડૂતોના સિંચાઈના પાણી સહિતની માંગો અંગે આવેદન પાઠવવામાં આવશે
તો ખેડૂતોની મહારેલી કલેકટર કચેરી પહોંચ્યા બાદ સુત્રોચ્ચાર ઉગ્ર બન્યા હતા અને ખેડૂતો લસણ સહિતના શાકભાજી ફેંકી વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર સામે આક્રોશ ઠાલવી પાકના પૂરતા ભાવ, સિંચાઈનું પાણી સહિતની ખેડૂતોની માંગ અંગે વેદના રજુ કરી હતી



