મોરબીના ખેડૂતોને કેનાલમાંથી પાણી લેતા અટકાવી કરાય છે અન્યાય

સામાજિક કાર્યકરે કરી કલેકટરને રજૂઆત

મોરબી જીલ્લામાં નહીવત વરસાદને પગલે ખેડૂતો ડફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે ત્યારે કેનાલમાંથી ખેડૂતોને મશીન દ્વારા પાણી લેતા રોકવામાં આવી રહ્યા છે જેથી ખેડૂતોને પિયત માટે પાણી મળે તેવી માંગ કરી છે

મોરબીના સામાજિક કાર્યકર વિવેકભાઈ મીરાણીએ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે કેનાલોમાં ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવ્યું હોય જે પાણીનો ખેડૂતો દ્વારા ખેત પેદાશ માટે રાત ઉજાગરા કરીને અને કેનાલમાંથી મશીન દ્વારા પાણી લઇ વાવેતર કરતા અટકાવવામાં આવે છે પાણી લાઈનોને તોડી નાખવામાં આવે છે અને મશીનો ઉપાડી લેવામાં આવે છે ખેડૂતો ૮૦ રૂપિયા લીટરનું ડીઝલ વાપરીને ખેતરમાં પાક માટે પાણી લેતા હોય જેને અટકાવવા યોગ્ય નથી અને આ પાણી ચોરી નથી ખેડૂતોએ પોતાની કીમતી જમીનો કેનાલ માટે આપી હોય અને ખેડૂતોને પાણીનો અધિકાર છે ખેડૂતોને પિયત માટે પાણી મળે તેવી વ્યવસ્થાની માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat